Jalaram Bapa Thaal

Best Gujarati Lyrics
0



જલારામ બાપા નો થાળ

જલારામ બાપા નો થાળ

મારે ઘેર જમવા પધારો જલારામ વીરપુર વાળા

મારે ઘેર જમવા પધારો જલારામ વીરપુર વાળા

વીરપુર વાળા બાપા વીરપુર વાળા (૨)

મારે ઘેર જમવા પધારો જલારામ વીરપુર વાળા

સ્વાગત માં પુષ્પોની માળા પુંજા (૨)

વેરતા આનંદ થાતા, જલારામ વીરપુર વાળા (૨)

રૂપાના બાજાઠે થાળ રખાવ્યા (૨)

રસદાર રસોઈ પીરસાવું, જલારામ વીરપુર વાળા (૨)

બુંદીના લાડુ ને માળા ની ઘારી

બરફી જલેબીને સેવ સુંવાળી

પૂરણ પોળી બનાવી, જલારામ વીરપુર વાળા (૨)

દુધીનો હલવો ને મોહન થાળ

મગસ મહેસૂરનો શોભે છે સાથ

કેસરિયા ભાત બનાવી જલારામ વીરપુર વાળા (૨)

મનગમતી ને ખીચડી બનાવી (૨)

દહીં દૂધ છાસ બનાવી, જલારામ વીરપુર વાળા (૨)

જળ રે જમુનાની ઝારી ભરાવી

મનગમતા મુખવાસ મુકાવી

એલચી લવિંગ સોપારી, જલારામ વીરપુર વાળા (૨)

મારે ઘેર જમવા પધારો જલારામ વીરપુર વાળા (૨)

 

#jalarambapathaal#jalarambapathaallyricsingujarati#jalarambapanothaal#maregherjamvapadharobapavirpurvada



Post a Comment

0Comments
Post a Comment (0)