Geeta Rabari Song

Best Gujarati Lyrics
0




 સૈયર મોરી

 સૈયર મોરી રે હે સૈયર મોરી રે.....૨

સૈયર મોરી આવ રે તારા કાનમા કહુ રે,

સૈયર મોરી હૈયા કેરી લાગણી કહુ રે,

ઓ સૈયર મોરી રે, દલડુ ચોરીને

એ ગયો ક્યા, મન મારૂ મોહીને

ઓ સૈયર મોરી રે, દલડુ ચોરીને  

ક્યા ગયો શ્યામ, એની વાટ્યુ જુઇ મે....૨  

સૈયર મોરી રે હે સૈયર મોરી રે.....૨

 

હો વાસળીના સૂર વીના, સુનુ મને લાગે,  

હૈયાને મળવાને, હૈયુ રાત જાગે,  

આંખનુ કાજળ, પગની પાયલ, વાટ કાના જોવે,

પ્રિત કેરો રંગ લગાયો, શ્યામ આજ મોહે,

સૈયર મોરી રે, કોઇ ને કેજો રે,

દુર એ થયો, આવુ છુ કહી ને,

સૈયર મોરી રે, કોઇ ને કેજો રે,

દુર એ થયો, આવુ છુ કહી ને....૨

સૈયર મોરી રે હે સૈયર મોરી રે.....૨

 

પ્રેમ દિવાની થઇને જપુ, તારી હુ તો માળા,

રંગમા તારા હુ રંગાણી, પેરી પ્રિત માળા,

હો ગોકુળ કેરી ગલીયો પુછે, આવશો ક્યારે કાના,

એકલી રાધા, સુના રાસ, જમના નિર ખારા,

ઓ સૈયર મોરી રે, દલડુ ચોરીને

ક્યા ગયો શ્યામ, એની વાટ્યુ જુઇ મે....૨

સૈયર મોરી રે હે સૈયર મોરી રે.....૨

સૈયર મોરી હુ તો મારા શ્યામ મા રહુ રે,

સૈયર મોરી દલની વાતો તમને કહુ રે,

સૈયર મોરી આવ રે તારા કાનમા કહુ રે,

સૈયર મોરી હૈયા કેરી લાગણી કહુ રે,

સૈયર મોરી રે હે સૈયર મોરી રે.....૨


Post a Comment

0Comments
Post a Comment (0)