Ganapati Bapa Thaal

Best Gujarati Lyrics
0


ગણપતિ થાળ

 આવો પાર્વતીના બાળ, આવો શંકરજીના લાલ,

મેં તો થાળ રે બનાવી ભલી ભાતની,

હું તો ઉઠી રે અલબેલા અડધી રાતની,

જોડી સોનાં કેરી થાળ, પીરસું સોનાં કેરી થાળ,

મુશ્કેલી નહીં રે પડવા દઉં કોઈ વાતની,

હું તો ઉઠી રે અલબેલાં અડધી રાતની,

ઢેબર ઘારી મોહનથાળ, ચટણી વાલ અથાણું દાળ,

ભુંદર ભાજી રે બનાવી ભલી ભાતની,

હું તો ઉઠી રે અલબેલાં અડધી રાતની,

લવીંગ સોપારી કપૂરી પાન, મુખવાસ કરો શંકરના લાલ,

બાળકની અરજી સ્વીકારો ભગવાન રે,

હું તો ઉઠી રે અલબેલાં અડધી રાતની,

આવો પાર્વતીના બાળ, આવો શંકરજીના લાલ,

મેં તો થાળ રે બનાવી ભલી ભાતની,

હું તો ઉઠી રે અલબેલાં અડધી રાતની.






#ganapatibapathaal#ganapatithaallyricsingujarati#ganapatithaal#aavoparvinabal#jamvapadharoganeshji


Post a Comment

0Comments
Post a Comment (0)