Diwali Katha

Best Gujarati Lyrics
0

 

દિવાળીની કથા


કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈબીજ સુધી ઉજવાય છે. 





દિવાળી પર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તેનું શું મહત્વ છે અને તેની સાથે જોડાયેલી કથા શું છે ? નથી જાણતા તો આજે જાણી લો દિવાળી સાથે જોડાયેલી રોચક વાતો અને પ્રતલિત વાર્તાઓ.

1.

ભગવાન રામ જ્યારે રાવણને મારી અને અયોધ્યા નગરી પરત ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા.. તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરમાં ચાલી આવે છે. કારતક માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરવામાં આવે છે.

2.

જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરીત થઈ હતી. ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મીપૂજન થાય છે.

3.

દિવાળીના એક દિવસ અગાઉ નરકચતુર્દશી ઉજવાય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર એક પાપી રાજા હતા તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો. તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી. નરકચતુર્દશીના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી. ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે. 

લક્ષ્મીજી ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે. આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી. એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન પૂર્વે ગણેશ પૂજા કરવામાં આવે છે. 

#whydiwaliiscelebrated#moralofdiwalistory#diwalistory#diwalistorylyricsingujarati

Post a Comment

0Comments
Post a Comment (0)