Ambe Ma Thaal

Best Gujarati Lyrics
0


અંબે માં થાળ 

 આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો

જમવા વેલા આવજો તમે સહેલી ને લાવજો


સોમ વારે શીરો પૂરી જમવા વેલા આવજો

જમવા વેલા આવજો સાથે બહુચર માં ને લાવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો


મંગલવારે મોહનથાળ જમવા આવજો

જમવા વેલા આવજો સાથે કાલકા માં ને લાવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો


બુધવારે બરફી પેંડા જમવા વેલા આવજો

જમવા વેલા આવજો સાથે ચામુંડા માં ને  આવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો


ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવજો

જમવા વેલા આવજો સાથે દુર્ગા માં ને લાવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો



શુક્ર વારે સુતર ફેની જમવા વેલા આવજો

જમવા વેલા આવજો સાથે  સરસ્વતી માં ને લાવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો


શાની વારે શીખંડ પૂરી  જમવા વેલા આવજો

જમવા વેલા આવજો સાથે પાર્વતી માં ને લાવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો



રવિવારે રસગુલ્લા જમવા વેલા આવજો

જમવા વેલા આવજો સાથે ગાયત્રી માં ને લાવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો



જળ જમના ની જારી ભરું, આચમન કરવા આવજો

આચમન કરવા આવજો, સાથે લક્ષ્મી માં ને લાવજો

લવિંગ સોપારી અને પાન ના બિડલા, મુખવાસ લેવા આવજો

મુખવાસ લેવા આવજો સાથે સાવાત્રી માં ને લાવજો

આરાસુર નાં  અંબે માં તમે જમવા વેલા આવજો

જમવા વેલા આવજો તમે સહેલી ને લાવજો


#ambemathaal#ambemathaallyricsingujarati#ambematanothaal#aarashurnaambematamejaldijamvaaavone

Post a Comment

0Comments
Post a Comment (0)