Krishna Bhajan-Kanudo Bahu Kavarave

Best Gujarati Lyrics
0


કાનુડો બહુ કવરાવે


 (કાનુડો બહુ કવરાવે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)...૨

 

મહિ માખણ માટ છીકે થી ઉતારી...૨

(ખાઇ નહી એટલા ઢોળે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)...૨

કાનુડો બહુ કવરાવે.... 

 

જળ જમનાના હુ તો ભરવાને જાતી...૨

(પાછળથી બેડલા પછાડે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)...૨

કાનુડો બહુ કવરાવે.... 

 

માંડ કરીને ગાય દોહવાને બેસુ...૨

(મધુરી મોરલી વગાડે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)...૨

કાનુડો બહુ કવરાવે....

 

મોરલી વગાડી મારુ કાન અકળાવે...૨

(મોહના બાણ મને મારે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)...૨

કાનુડો બહુ કવરાવે.... 

 

મારગ રોકીને માખણ મહિડા રે ઢોળે...૨

(નવલખ ચિર ભિંજાવે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)...૨

કાનુડો બહુ કવરાવે.... 

#krishnabhajan#topkrishnabhajan

#krishnabhajangujaratilyrics#kanudobahukavarave

Post a Comment

0Comments
Post a Comment (0)