Holika Dahan Katha

Best Gujarati Lyrics
0


હોલિકા દહનની કથા


 હિંદુ કેલેન્ડર મુજબ, હોલિકા દહન ફાગણ મહિનાની પૂનમ (પૂર્ણિમા) પર થાય છે. હોળીની પૌરાણિક કથા ચાર ઘટનાઓ સાથે જોડાયેલી છે. પ્રથમ હોલિકા અને ભક્ત પ્રહલાદ, બીજી કામદેવ અને શિવ, ત્રીજી રાજા પૃથુ અને રાક્ષસી ઢુંઢી અને ચોથી શ્રીકૃષ્ણ અને પુતના સાથે જોડાયેલી છે. પરંતુ ઉપરોક્ત તમામમાં ફક્ત હોલિકા અને ભક્ત પ્રહલાદની કથાને માન્યતા આપવામાં આવે છે, કારણ કે આ ઘટનાની યાદમાં હોલિકા દહન કરીને ભક્ત પ્રહલાદના બચવાની ખુશીમાં બીજા દિવસે ધુળેટીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આવો જાણીએ હોળીની પૌરાણિક કથા.

ઋષિ કશ્યપ અને દિતિને બે શક્તિશાળી પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ હતા અને તેમને બે પુત્રીઓ સિંહિકા અને હોલિકા હતી. જ્યારે હિરણ્યાક્ષે પૃથ્વીને પાણીમાં ડુબાડી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લઈને હિરણ્યાક્ષનો વ-ધ કર્યો હતો. લંકા જતા સમયે હનુમાનજીએ સિંહિકાનો વ-ધ-ક-ર્યો હતો. હોળીની કથા હિરણ્યકશિપુ અને હોલિકા સાથે જોડાયેલી છે.

એક વખતની વાત છે. હિરણ્યકશિપુ ત્રણેય લોક પર વિજય મેળવવા માટે બ્રહ્માની તપસ્યામાં લીન હતા. અસુરરાજ હિરણ્યકશિપુની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યું.



ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું કે, તેમને અમરત્વના વરદાનની જરૂર છે. બ્રહ્માજીએ કહ્યું કે તે શક્ય નથી બીજું કંઈ માંગ. પછી હિરણ્યકશિપુએ કહ્યું કે ‘તમારા દ્વારા બનાવેલા કોઈપણ પ્રાણી, મનુષ્ય, પશુ, દેવતા, રાક્ષસ, નાગ વગેરેથી મારું મ-રુ-ત્યુ ન થાય. હું સર્વ જીવો પર રાજ કરું. મને દિવસે કે રાત્રે કોઈ મા-રી-શ-કે નહીં, ન તો ઘરની અંદર કે બહાર. તેમજ કોઈ પણ અ-સ્ત્ર કે શ-સ્ત્રના પ્રહારથી કોઈ મને મા-રી-ન શકે. ન તો પૃથ્વી પર, ન આકાશમાં, ન ભૂગર્ભમાં કે ન સ્વર્ગમાં.’ ‘તથાસ્તુ’ કહીને વરદાન આપીને બ્રહ્માજી અદૃશ્ય થઈ ગયા.

જ્યારે હિરણ્યકશિપુ તપસ્યામાં લીન હતો, તે દરમિયાન દેવોએ અસુરો પર આ-ક્ર-મ-ણ કરીને રાક્ષસોને હરાવી દીધા હતા અને દેવરાજ ઈન્દ્રએ હિરણ્યકશિપુની ગર્ભવતી પત્ની ‘કયાધુ’ ને બંદી બનાવી લીધી હતી. જોકે રસ્તામાં તેમને દેવઋષિ નારદ મળ્યા. નારદ મુનિએ ઈન્દ્રને ઉપદેશ આપ્યો કે, તું આ પાપ કરી રહ્યો છે. તેમની વાત સાંભળીને ઈન્દ્ર હિરણ્યકશિપુની પત્ની કયાધુને મહર્ષિના આશ્રમમાં છોડીને પોતે દેવલોક જતા રહ્યા. નારદ મુનિએ ગર્ભવતી કયાધુને વિષ્ણુ ભક્તિ અને ભગવત તત્વ વિષે જણાવ્યું. તેમના ગર્ભમાં રહેલા સંતાનને પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

અહીં, જ્યારે હિરણ્યકશિપુ પાછો ફર્યો ત્યારે તેણે મેળવેલા વરદાને તેનામાં અમરત્વની લાગણી પેદા કરી. જેના કારણે તેણે ધરતી પર અ-ત્યા-ચા-ર શરૂ કર્યો. તેણે દેવોને પોતાના દાસ બનાવ્યા. ઋષિ-મુનિઓ ભક્તોને હેરાન કરવા લાગ્યા અને યજ્ઞોનો નાશ કરવા લાગ્યા. તેણે આદેશ આપ્યો કે, તેના રાજ્યમાં કોઈ દેવતાની પૂજા કરવામાં આવશે નહીં. તેણે કહ્યું કે હિરણ્યાય નમઃ સિવાય અન્ય કોઈ મંત્રનો પાઠ કરવામાં આવશે નહીં. આખા રાજ્યમાં તેની જ પૂજા થવી જોઈએ અન્ય કોઈની નહીં. જે આવું ન કરે તેમને મા-રી નાખવામાં આવશે.

થોડા સમય પછી તેને ત્યાં સંતાનનો જન્મ થયો જેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. ત્યારે રાજ્યમાં ખુશીનો માહોલ હતો. હિરણ્યકશિપુને ચાર પુત્રો હતા – અનુહલ્લાદ, હલ્લાદ, ભક્ત પ્રહલાદ અને સંહલ્લાદ. પ્રહલાદની ઉપનયન વિધિ કર્યા બાદ તેને ગુરુકુળમાં મોકલવામાં આવ્યો. થોડા સમય પછી હિરણ્યકશિપુને એ જાણવાની ઉત્સુકતા થઈ કે, મારા પુત્રો ગુરુકુળમાં શું શીખી રહ્યા છે? તેણે પ્રહલાદને બોલાવીને પૂછ્યું કે, તું ગુરુકુળમાં શું શીખ્યો?

પ્રહલાદે કહ્યું કે, ભગવાન વિષ્ણુની નવધા ભક્તિ શીખ્યો. પુત્રના મુખમાંથી પોતાના શત્રુ વિષ્ણુનું નામ સાંભળીને હિરણ્યકશિપુ ગુસ્સે થઈ ગયો. હિરણ્યકશિપુએ પ્રહલાદને ઘણી વખત સમજાવ્યો છતાં પણ તેણે ભગવાન વિષ્ણુના પૂજા-પાઠ કરવાનું બંધ ન કર્યું. તેનાથી ગુસ્સે થઈને હિરણ્યકશિપુએ પોતાના ગુરુને બોલાવ્યા અને તેમને કંઈક એવું કરવાનું કહ્યું જેથી કરીને પ્રહલાદ વિષ્ણુનું નામ જપવાનું બંધ કરી દે. ગુરુએ ઘણા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયા. ત્યારે અસુરરાજે પોતાના પુત્ર પ્રહલાદને મા-ર-વા-નો આદેશ આપ્યો.






સૈનિકો દ્વારા તેને ઝે-ર આપવામાં આવ્યું, ત-લ-વા-ર-થી હુ-મ-લો કરવામાં આવ્યો, સાપની સામે છોડવામાં આવ્યો, હાથીઓના પગ નીચે ક-ચ-ડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પર્વત પરથી નીચે ફેંકવામાં આવ્યો, પણ શ્રી હરિ વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. ઉલ્લેખનીય છે કે, ફાગણ માસની શુક્લ સપ્તમીના દિવસે પ્રહલાદને કે-દી બનાવીને આઠ દિવસ સુધી તેને ત્રા-સ-આ-પ-વા-માં આવ્યો હતો. દરેક રીતે તેને મા-ર-વા-ના પ્રયત્નો કરવામાં આવ્યા.

હિરણ્યકશિપુને ચિંતા થવા લાગી કે જો તે નહીં મ-રે તો લોકો વિષ્ણુની જ પૂજા કરવા લાગશે. તેની ચિંતા જોઈને તેની બહેન હોલિકાએ કહ્યું કે, ભાઈ તમે ચિંતા ન કરો, મને બ્રહ્માનું વરદાન છે કે હું કોઈપણ રીતે અગ્નિમાં બ-ળી-ને મ-રી શકું નહીં. હું પ્રહલાદને મારા ખોળામાં લઈને અગ્નિમાં બેસીશ, જેમાં તે ભસ્મ થઈ જશે.

હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને ક્યારેય નુકસાન પહોંચાડે નહીં, સિવાય કે તે સારી વૃત્તિ વાળા માનવને નુકસાન પહોંચાડવાનું વિચારે. પણ હોલિકા આ વાત ભૂલી ગઈ હતી. તે પોતાના ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેઠી. એ દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા હતી. સારી વૃત્તિ ધરાવતા પ્રહલાદને નુકસાન પહોંચાડવાના પ્રયત્નસમાં હોલિકા પોતે ભસ્મ થઇ ગઈ, અને પ્રહલાદ ભગવાન વિષ્ણુના નામનો જાપ કરતાં કરતાં અગ્નિમાંથી બહાર આવ્યો. આ જોઈને હિરણ્યકશિપુ વધુ ક્રોધિત અને ચિંતિત થઈ ગયો.



આ ઘટના પછી હિરણ્યકશિપુએ પ્રહલાદને સ્તંભ સાથે બાંધી દીધો. પછી ભરી સભામાં પ્રહલાદને પૂછ્યું, ‘તું કોના બળ પર મારા આદેશની વિરુદ્ધ કામ કરે છે?’

ત્યારે પ્રહલાદે કહ્યું, ‘તમે તમારો આસુરી સ્વભાવ છોડી દો. દરેક પ્રત્યે સમાનતાનો ભાવ લાવવો એ જ ભગવાનની પૂજા છે.

હિરણ્યકશિપુએ ગુસ્સામાં કહ્યું, ‘તું મારા સિવાય બીજા કોઈને જગતનો માલિક બનાવે છે. ક્યાં છે તારો એ જગદીશ્વર? શું તે આ સ્તંભમાં છે જેની સાથે તું બંધાયેલો છે?’ આટલું કહીને હિરણ્યકશિપુએ સ્તંભ પર મુક્કો માર્યો. પછી ભયંકર અવાજ સાથે સ્તંભ ફાટ્યો અને તેમાંથી એક ભયાનક સ્વરૂપ પ્રગટ થયું, જેનું માથું સિંહનું હતું અને ધડ માનવનું. પીળી આંખો, મોટા-મોટા નખ, વિકરાળ ચહેરો અને ત-લ-વા-ર જેવી જીભ. આ ‘નરસિંહ અવતાર’ હતો.

તેમણે ઝડપથી હિરણ્યકશિપુને પકડી લીધો અને સાંજના સમયે (ન તો દિવસ, ન રાત્રે), ઉંબરા પર (ન તો બહાર, ન અંદર), પોતાની જાંઘ પર બેસાડીને (ન તો જમીન પર, ન આકાશમાં), પોતાના નખથી (શ-સ્ત્ર-થી નહીં, અ-સ્ત્ર-થી નહીં) તેને ફાડી નાખ્યો. પ્રહાર કરવા આવેલા તેના હજારો સૈનિકોને ભગવાન નરસિંહે પોતાની હજારો ભુજાઓ અને નખરૂપી શ-સ્ત્રો-થી ના-શ કર્યો.

ત્યારે ક્રોધથી ભરાયેલા ભગવાન નરસિંહ સિંહાસન પર બેઠા. પછી પ્રહલાદે તેમને દંડવત પ્રણામ કર્યા અને અને પ્રાર્થના-પૂજા કરી. પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યા પછી ભગવાન નરસિંહ ચાલ્યા ગયા.

#holikadahan2023#holikadahan
#holkikatha#holistory
#happyholikadahan#holikdahanstory
#holikadahantime#holikadahandirection

Post a Comment

0Comments
Post a Comment (0)