Krishna Bhajan-Radha Bole Madhav

Best Gujarati Lyrics
0


રાધા બોલે માધવ


 મળીયે ત્યારે મલકાવુ અજવાળાથી છલકાવુ

અમથા અમથા સરમાવુ

જ્યા પ્રેમ ત્યા રાધા માધા,

ત્યા વૃન્દાવનનો વૈભવ,

રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા,

નજર ઉતારુ બેવની કેવા સિધા સાધા… 

 

શુ લેવુ શુ લાવુ ક્યાય હવે ના જાવુ...2

મહાભાવને પ્ર્ગટાવુ જ્યા પ્રેમ ત્યા રાધા માધા 

ત્યા પ્રગટ પ્રેમનો પગરવ

રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા,

નજર ઉતારુ બેવની કેવા સિધા સાધા…. 

 

તડ્પનને તડ્પાવુ દર્દ વિરહનુ ગાવુ,

શુ સમજુ સમજાવુ

જ્યા પ્રેમ ત્યા રાધા માધા,

ત્યા રાસ જામતો ભવભવ,

રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા,

નજર ઉતારુ બેવની કેવા સિધા સાધા….

 

“રાસે રમતી રાધા ને રાસે રમતો કાન,

હજુ જીવે છે પ્રેમમા ખુબ એનો ભાવ

રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા,

નજર ઉતારુ બેવની કેવા સિધા સાધા” 


krishnabhajan#radhabolemadhavgujaratilyrics

#topkrishnabhajan#radhakrishnabhajan

Post a Comment

0Comments
Post a Comment (0)