Bhajan-Narsinh Mehta-Vaishnav Jan To Ene Kahie

Best Gujarati Lyrics
0


Narsinh Mehta

વૈષ્ણવ જન તો તેને કહિયે


વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે

પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ના આણે રે


સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે.....વૈષ્ણવ જન


સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે

જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે.....વૈષ્ણવ જન




મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે.....વૈષ્ણવ જન


વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યાં રે

ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે.....વૈષ્ણવ જન


#vaishnavjantoenekahiebynarsinhmehta#vaishnavjantoenekahielyricsingujarati

#vaishnavjantoenekahiebhajan#vaishnavjantoenekahiebhajan

Post a Comment

0Comments
Post a Comment (0)