Prabhatiya - he vala sod re

Best Gujarati Lyrics
0



 હે વાલા સોડ રે તાણીને સુતા શું શામળા

 હે વાલા સોડ રે તાણીને સુતા શું શામળા

જાગો ને આળસ મરોડી

પાંચાલી પુકારું છુ વિઠલા વારે આવો ને દોડી

વાલા સોડ રે તાણીને... 

 

દ્વારિકાના વાસી વેલા આવજો

રાણી રૂખમણીના સ્વામી

પાપી રે દરિયો ધન મને પીડતો

આવો અંતર જામી

વાલા સોડ રે તાણીને... 

 

હેજી વાલા ગોવિંદ ઉતારો વ્રજ રાજની

ગ્રહને ચક્રથી શહારી

નરસિંહ રૂપે હરણાકંસ વરોંધીયો

પ્રહલાદ લીધો રે ઉગારી

હેંજી વાલા સોડ રે તાણીને....

 

હેજી વાલા છપ્પન કરોડ તારે જાદવા,

માતા જસોદાના લાલા

કાળીનાગ નાથિયો જરાસંઘ જીતીયો

યે પળ ક્યાં ગયું મારા વાલા

હેંજી વાલા સોડ રે તાણીને..... 

 

વાલા વસમી વેળાની વારે આવજો,

વિનવું મસ્તક નમાવી

ગરુડે ચડીને ગોવિંદ આવતા

મહેતા નરસીંહના સ્વામી

હેંજી વાલા સોડ રે.....

#prabhatiya#prabhatiyalyricsingujarati#hevalasodre

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)