Kajal Maheriya Song

Best Gujarati Lyrics
0




તમે બોવ જબરા

 ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા...૩

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા

નથી આવતો હવે કોલ, કે ના આવે મિસકોલ...૨

લાગે નથી રયો પ્રેમનો મારા મોહ

કહી દો અમને પ્રેમ કરો છો કે નથી કરતા...૨

વાત નથી કરતા હવે યાદ નથી કરતા

ઘનઘોર બની આંખો યાદ કરી તમને રડતા

ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા

 

વાતો આખી રાતો કરતા પેલા તો ના થાકતા

પછી કેમ મારાથી દૂર ફરો ના હતા

વાતો પ્રેમની નતી લાગે હતી ખાલી વારતા

એટલે તો મારા મનનુ દુખ નથી ભાળતા

મને થાયસે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ...૨

માટે કદર ના કરો મારી એમ

આંખો મારી શોધે તોયે ક્યાય નથી જડતા...૩

મેલી ગયા મુજને ગમની આગમા રે બળતા

ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા

 

કહીદો ક્યાથી શિખ્યા તમે મને આમ ટાળતા

ઘણુ રે દુખી છે ભાળી તમને બુમો પાડતા

શુ થઈ છે ભુલ મારી કઈ જાણતા અજાણતા

તમને ફરક પડતો નથી મને રે રડાવતા

એવા નતા ધાર્યા મે જેવા આજે જોયા મે...૨

લેશો મજા મારા દિલને તોડતા

રહી ગયા અમે તમારા રે નામની બુમો પાડતા...૩

તમે લગા રે વિચાર્યુ ના મારાથી છેડો ફાડતા

ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા 


Post a Comment

0Comments
Post a Comment (0)