Ganpati Bhajan - Ganpati Bapa Padharo

Best Gujarati Lyrics
0


ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો

 ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો

વિઘ્ન હરતા મંગળ કરતા  

ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો


આંગણીયુ લિપીને પૂર્યા રૂડા સાથિયા

ફૂલડા પથરાવીયા તોરણીયા બાંધીયા

દીવડા પ્રગટાવ્યા આસન શણગારીયા

ખુબ જ પ્રેમે અમે આસન શોભાવી દયો

વહેલા આવીને તમે વહેલા આવીને તમે

સૌથી પ્રથમ પ્રભુ તમને સહુ એ નમે   

તમને સહુ એ નમે   

ગજકરનક લંબોદર

પાવન પગલા કરો

ગજકરનક લંબોદરના દર્શન સહુને ગમે

દર્શન સહુને ગમે

છેટો છે ભવનો કિનારો વિઘ્ન અમારા નિવારો

ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો



રીદ્ધી સિદ્ધિના સ્વામી તો આપ પ્રભુ

ગણ નાયક છો તમે

એક દંત પ્રભુ છો દયાળુ ઘણા

સુત છો પાર્વતી શિવના

વરદાયક છો તમે

પ્રભુ ચરણોમાં આશ્રય

સ્થાન અમને આપો તમે

સ્થાન આપો તમે

રહીયે સદમાર્ગે ધ્યાન અર્પણ રાખો તમે

અર્પણ રાખો તમે હે ગણ નાથ પ્રભુ

પાવન પગલા કરો

હે ગણનાથ પ્રભુ વીનવીયે તમને અમે

વીનવીયે તમને અમે

અમને છે તમારો સહારો વિઘ્ન અમારા નિવારો

ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો

#ganapatibhajan#ganapatibhajanlyrics#bhajangujaratilyrics#bestbhajan

Post a Comment

0Comments
Post a Comment (0)